Eng.

ભાવનગર વ્રુધ્ધાશ્રમ ટ્રસ્ટ આપનુ સ્વાગત કરે છે


માતૃદેવો ભવ પિતૃ દેવો ભવ


વ્રુધ્ધજનોની સેવામા અગ્રણી સંસ્થા તેની સ્થાપનાના ૫૦ વર્ષો પુરા કરે છે  (૨૦૨૦મા ૫૦ વર્ષ પુરા )

 • ગુજરાતમાં વ્રુધ્ધોની સંભાળની અગ્રણી સંસ્થા -  ખાસ કરીને સમાજના ગરીબ વર્ગની સંભાળ.
 • એક વિશિષ્ટ સંસ્થા રૂપે અન્ય સંસ્થાઓ માટે ઉદાહરણ.
 • વ્રુધ્ધોને શારિરીક, માનસિક, ભાવનાત્મક અને બૌધ્ધિક આધાર પુરો પાડી માનભરની સંભાળ.
 • વ્રુધ્ધોની સંપુર્ણ માવજત સાથે આનંદ આપતી પ્રવ્રુતિઓ.

આ વિશિષ્ટ કાર્ય માટે સ્થાપકોની પ્રતિબધ્ધતા4 સંનિષ્ઠ પ્રયત્ન, ટ્રસ્ટીઓની નિસ્વાર્થ4 કુશળ સેવા4 સંસ્થા માટે જરુરી આર્થિક બીન આર્થિક મળી રહેલી મદદ કરનાર દાતાશ્રીઓ, વિવિધ સંસ્થાઓ, સ્વંયસેવકો તેમજ સમગ્ર સમાજ સહયોગી છે.
આ સંસ્થા તેના હેતુઓને પુર્ણ કરતી રહીને સમાજના અનેક કુટુંબો- વ્યક્તિઓ માટે આશિર્વાદ રૂપ બની છે.
ભાવનગર શહેરના સેવાપ્રેમી લોકો, દાતાઓ અને સંસ્થાના કર્મચારી વર્ગના સહયોગથી સંસ્થા પ્રતિષ્ઠિત બની છે.

૧. સંસ્થાનુ મિશન, ભાવિ દ્રષ્ટી અને પ્રતિબધ્ધતા:

 • સમાજના કોઇપણ ધર્મના, જ્ઞાતિના, જાતિના લોકોમાંથી આવતા વ્રુધ્ધોને શારીરિક, ભાવાત્મક, બૌધ્ધિક અને આધ્યાત્મિક સુખાકારી પુરી પાડ્વા અને તેમના જીવનમાં સુખ – શાંતિ બની રહે તેવા તમામ પ્રયત્નો કરવા, આ માટે જરૂરી મેડીકલ, સાંસ્કૃતિક, અધ્યાત્મિક વાતાવરણ સર્જવુ. તેમની આવશ્યક ભૌતિક જરૂરીયાતો – સાત્વિક આહાર સાથે પુરી પાડવી. તેમનો સમય આનંદ સાથે પસાર થઇ શકે તેવા પ્રયત્નો કરવા.
 • સંસ્થાની પ્રવ્રુતિઓમાં  'સેવા ભાવના' જાળવવી, આ માટે, દાતાઓની આર્થિક સહાય, નિષ્ણાતો અને સ્વયંસેવકોની મદદ મળતી રહે તેવા પ્રયત્નો કરવા.
 • વૃધ્ધોની માવજત માટે જરુરી સંભાળના ક્ષેત્રે સત્તત નવિનતમ બની રહેવુ.
 • દરેક આશ્રમવાસી તેમના જિવનની સેકન્ડ ઇનીગ્સ સ્વસ્થતાથી, સૌહાર્દ્પુર્ણ, આધ્યાત્મિક આનંદથી પસાર કરે.

૨. પ્રારંભ

 • સ્વર્ગસ્થ શ્રી માનભાઇ ભટ્ટ ભાવનગરમાં સામાજિક ક્ષેત્રે ૧૯૪૧ થી કાર્યરત હતા. તેમના ધ્યાનમા વ્રુધ્ધોની માવજતનો ખ્યાલ આવ્યો જેથી વ્રુધ્ધોને કૌટુબિક પ્રેમ, સંભાળ મળી શકે.
 • શ્રી માનભાઇ તથા તેમના સાથી મિત્રોના પ્રયત્નોથી ૧૯૭૦મા ભાવનગર વ્રુધ્ધાશ્રમ ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયુ.
 • ભાવનગર વ્રુધ્ધાશ્રમના આ શરુઆતના પ્રયત્ને સરકારી સહાય મળે છે.
 • આશ્રમના મકાન માટે દાન આપનાર – શ્રીમતી ગુલાબબેન હરિભાઇ શાહ વ્રુધ્ધ નિકેતન બંધાયુ.
 • શરૂઆત ડોરમેટરીના બાંધકામ સાથે ૧૦ આશ્રમવાસીઓથી થઇ.
 • ક્રમશ: વધતા જતા ૧૦૦ વ્યક્તિઓનો સમાવેશ થયો.
 • વધતી સંખ્યાના સમાવેશ માટે નવી વ્યવસ્થા જરૂરી બનતા વર્ષ ૨૦૦૪મા નવુ મકાન બંધાયુ.
 • નવા મકાનના દાતાશ્રીના નામે 'શ્રીમતી વસંતલક્ષ્મી નાનાલાલ ભાયાણી જીવન સંધ્યા આરોગ્ય સુશ્રુષા ધામ’ સંપૂર્ણ સામાજિક સહાયથી કાર્ય કરે છે.
 • ૧૯૭૦થી વ્રુધ્ધોની શરુ થયેલી સેવાયાત્રા ૨૦૨૦મા ૫૦ વર્ષ પુરા કરે છે.

કોવિડ’ 19 અને લોકડાઉન દરમ્યાન


 • કોવિડ '19 ના ગંભીર સમય દરમિયાન આશ્રમના સાથીઓ સામાજિક અંતરનો સખત અભ્યાસ કરે છે.
 • એકથી બીજાથી 6 ફૂટનું અંતર જાળવી રાખવું. પ્રાર્થના સમયે, ભોજનનો સમય અને મનોરંજનના સમય દરમિયાન પણ આશ્રમના સંવનન સામાજિક અંતર જાળવી રાખે છે.
 • બધા આશ્રમના સંવનન અનિવાર્યપણે માસ્ક પહેરે છે અને તેમના હાથ ચુસ્તપણે ધોવે છે.
 • આશ્રમના નિષ્ણાંત ડોકટરોની સક્રિય ટીમ નિયમિત મુલાકાત અને આરોગ્ય તપાસ દ્વારા આશ્રમના સાથીઓની સંભાળ રાખે છે.

     
     

 

Donation for New Building