Eng.

વિતેલા એક વર્ષમા થયેલા કાર્યો.:


૧. આશ્રમવાસીઓની સુવિધામા વિજળી ઘણી જરુરી છે, આશ્રમને વિજળીનુ બીલ ઘણુ મોટુ આવતુ હતુ, તેના ઉકેલ રૂપે બન્ને મકાન પર સુર્ય ઉર્જા પ્લાન્ટ લગાવેલ છે. એમાંના એક માટેની સહાય રૂ. અઢારલાખ લાઇફ ઈન્સ્યોરન્સ કોર્પો. દ્વારા મળેલ છે. બીજા માટેનુ ખર્ચ સંસ્થાએ કરેલ છે. વિજળી ખર્ચ ઘટાડ્વા આ પગલા ઉપયોગી થયા છે.

૨. આશ્રમવાસી ઉપરાંત ટીફીન મોકલવાના હોવાથી હમેશા એક હજાર વ્યક્તિઓની રસોય થાય છે. સમયસર રસોય થાય અને પરિશ્રમમા રાહત થાય તે માટે રસોડામા કેટલાક સાધનોની જરુર હતી આ માટે શ્રી અરૂણ સંઘવી (યુ. એસ. એ.) તરફથી અમને રૂ. દસ લાખની સહાય મળેલ છે જેમાંથી નીચેના સાધનો ખરીદી શક્યા છીએ.

  • ૧. રોટલી બનાવવાનુ ઓટોમેટીક મશીન અને તે માટેના જરુરી સાધનો.
  • ૨. શાકભાજીકાપવાનુ મશીન, છોલવાનુ મશીન.
  • ૩. ટીફીન માટેના જરૂરી બોક્સ.
  • ૪. રસોય માટેના જરુરી વાસણો.